વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનો થયો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2022-12-01 08:39:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આજે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.39 કરોડ લોકો 788 ઉમેદવારોનું ભાવી નક્કી કરવાના છે. અનેક મતદારો, નેતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલે મતદારોને મત આપવા અપીલ કરી છે.

788 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં જો હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખંભાળિયાથી આપના મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉપરાંત મોરબીમાં પણ આજે મતદાન યોજાવાનું છે. જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ 

મતદાન શરૂ થયું ત્યારથી અનેક નેતાઓ મતદાન કરવા પોલિંગ બૂથ પર જઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પરેશ ધાનાણી સાઈકલ પર ગેસની બોટલ અને તેમની દિકરીની સાઈકલ પર તેલનો ડબ્બો લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉપરાંત રીવાબા જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જમાવટ પણ અપીલ કરી રહ્યું છે. 

Image



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે