Weather Analysis : ગુજરાતમાં ગરમી મચાવશે હાહાકાર! પાટનગરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રી, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-21 11:46:38

આકરી ગરમીનો માર આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ.. કાળઝાળ ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છીએ.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી  ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતાઓ રહેલી છે. સોમવારના દિવસે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું..  અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાયું હતું..


ક્યાં માટે કરાઈ યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી? 

હવામાન વિભાગ દ્વારા અનેક શહેરો માટે હીટવેવી આગાહી કરવામાં આવી છે... ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, જૂનાગઢ. ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ. ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા. પાટણ, નવસારી, ભરૂચ, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..  24 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..  મહત્વનું છે કે એએમસી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

સોમવારના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે ત્યાં ગરમીનો પારો 45 ડિગ્રી નોંધાયો છે. અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 44.1 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે.. 


ગરમીથી બચવા શું કરવો જોઈએ ઉપાય? 

મહત્વનું છે કે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી જતા હોય છે ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે બપોરના સમયે અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર ના નિકળવું જોઈએ ઉપરાંત લાઈટ કલરના કપડા પહેરવા જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.. જો ઘરની બહાર તમે જઈ રહ્યા છો તો ગરમી ના લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.. મોંઢાને, હાથને ઢાંકેલા રાખવા જોઈએ..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે