Weather Analysis : વરસાદની દ્રષ્ટિએ આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે! અંબાલાલ પટેલે નવા અંદાજમાં કરી વરસાદની આગાહી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 13:28:40

ગુજરાતમાં વરસાદે અનેક રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના બીજા રાઉન્ડે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  જે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીની વાત કરી એ તો આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ ઉપરાંત  સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટ આપવામાં આવેલા જિલ્લાની વાત કરીએ તો રેડ એલર્ટ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર માટે છે, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા,પોરબંદર તેમજ બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નક્ષત્ર મુજબ અંબાલાલ પટેલ કરે છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ બનાસકાંઠામાં પૂર આવી શકે છે. અંબાલાલ કાકાએ પહેલા આગાહી કરી હતી કે જુલાઈમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે. અને તેમનું અનુમાન દર વખતની જેમ સાચુ સાબિત થતું જણાઈ રહ્યું છે. અંબાલાલ કાકા નક્ષત્રોને ધ્યાનમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ વખતની આગાહી માટે પણ તેમણે નક્ષત્રના આધારે આગાહી કરી છે જે મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ફરી એક વખત ખુલી પ્રિમોન્સુન કામગીરીની પોલ 

ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂવા પડી ગયા છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી જ્યાં પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો પણ બંધ પડી જાય છે.  તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ જેમ દર વખતે ખુલે છે તેમ આ વખતે પણ ખુલ્લી છે. સ્માર્ટ સિટીને લઈ કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે