Weather Analysis : ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડ્યું...! શું કહે છે હવામાન વિભાગની આગાહી, તમારા જિલ્લામાં વરસાદ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-06-14 11:15:32

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ધીરે ધીરે ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન ચાર દિવસ પહેલા થયું હતું જેને કારણે ખેડૂતોમાં આનંદ હતો પરંતુ ચોમાસું આવતાની સાથે જ નબળું પડી ગયું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.. માત્ર થોડા સમયની અંદર ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડી જતા આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું બન્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ છુટાછવાયા સ્થળો માટે. માત્ર થોડા વિસ્તારો માટે જ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.. વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે. આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થઈ ગયું જેને કારણે લોકોમાં આનંદ હતો. વરસાદની આગાહી તો કરવામાં આવે છે અનેક સ્થળો પર વરસાદ પણ વરસે છે પરંતુ દરેક જગ્યા પર વરસાદ થતો નથી જેને કારણે બફારો વધી જાય છે અને ઉકળાટ વધે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર  મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસી શકે છે.. .

Image


Image

Image

17 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન 

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયો વરસાદ વરસી શકે છે. 16 તેમજ 17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.   

Image


Image

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે... 

વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, વાવણી પણ શરૂ કરી દીધી હતી.. આ વખતે સારો વરસાદ આવશે તેવી આશા દર વખતે ખેડૂતો રાખતા હોય છે પરંતુ વરસાદ અનેક વખત દગો કરી દેતો હોય છે ખેડૂતો સાથે.. વરસાદની સિસ્ટમ નબળી પડતા સૌથી વધારે ચિંતા ખેડૂતોને થતી હશે જેમનું જીવન વરસાદના આગમન પર નિર્ભર હોય છે..! 19 તારીખ સુધી તો સારો વરસાદ નહીં આવે, સાર્વત્રિક વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ આવવાની પાછળ અનેક પરિબળો અસર કરતા હોય છે.. વરસાદ ના આવે તો આપણને તો માત્ર ગરમી, બફારો સહન કરવો પડે છે પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતા વધી જતી હોય છે..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.