Weather Analysis - ફેંગલ વાવાઝોડાને કારણે ગુજરાતમાં આવશે વરસાદ? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?શું કહે છે હવામાન નિષ્ણાતોની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-30 12:14:45

રાજ્યમાં થોડા સમયથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમી લાગતી હતી કે પરંતુ ધીરે ધીરે બપોરના સમયે પવન ફૂંકાય છે જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે.. ગુજરાતમાં ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... 


ક્યાં નોંધાયું કેટલું તાપમાન?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 17.6 નોંધાયું છે.. સૌથી વધારે ઠંડી વડોદરામાં નોંધાઈ છે... લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.... સુરતનું તાપમાન 20 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.. ભાવનગરનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે... મહત્વનું છે કે નવેમ્બરના અંતમાં જેવી પડવી જોઈએ એવી ઠંડી નથી પડી રહી... ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે....

શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે.... અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ નહીં થાય.. પરંતુ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. મહત્વનું છે કે  દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે... આ વાવાઝોડું એટલું શક્તિશાળી નથી જેની અસર સીધી રીતે ગુજરાત પર પડી શકે છે..   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે