મેઘરાજા ફરી બોલાવશે સટાસટી, હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યના આ ભાગોમાં થશે મેઘ મહેર


  • Published By :
  • Published Date : 2023-09-04 17:14:05

રાજ્યમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, આ કારણે જગતનો તાત ચિંતિંત બન્યો છે. ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અને હવે મેઘ મહેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્ય હવામાન વિભાગે વરસાદ અંગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. નવી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે તેનું કારણ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જે આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘમહેર થઈ શકે છે. 


બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ 12 પછી 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સારી ચાલવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે બંગાળના ઉપસાગરમાં ઉપરાછાપરી સિસ્ટમ બનવાની વાત કરીને જણાવ્યું છે કે, તારીખ 10થી 15 તારીખમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વહનથી આગામી સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દેશના પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.


આગામી પાંચ દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં પાછલા લાંબા સમયથી લગભગ હવામા સૂકું રહ્યું છે. જેમાં હળવો વરસાદ માત્ર દક્ષિણના કેટલાક ભાગો સુધી સિમિત રહ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગ સહિત આ વખતે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસના અંગે આગાહી કરી છે. જેમાં તેઓ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે. ત્રીજા દિવસ (6 સપ્ટેમ્બર)થી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, અહીંનું હવામાન 5 દિવસ દરમિયાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે. પરંતુ દરિયાકિનારાના ભાગો છે ત્યાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.


7 અને 8 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે જિલ્લાઓમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાંથી ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું હવામાન વાદળછાયું રહેશે, જ્યારે તાપમાનમાં કોઈ મોટા વધારા-ઘટાડાની શક્યતાઓ નથી. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગાંધીનગરનું 35 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ નથી. 6 તારીખથી અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.


સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હળવો વરસાદ


સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે