આગામી જુલાઈ મહિનામાં કેવો રહેશે વરસાદનો મિજાજ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આવી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-27 15:33:00

રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મેઘ મહેરની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે  પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ , ગીર સોમાનાથ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. 


આગામી 48 કલાકમાં ક્યા-ક્યા વરસાદ પડશે


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં સુરત, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, કચ્છના કેટલાક ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. રાજ્યમાં 1 જુલાઈ સુધીમાં નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ થવાનું અનુમાન છે. 


જુલાઈ મહિનામાં પણ વરસાદી માહોલ


અંબાલાલ પટેલે  જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે