Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક ભાગોમાં કમોસમી વરસાદ, ગરમીથી તો રાહત મળી પરંતુ....


  • Published By :
  • Published Date : 2024-04-26 10:26:39

એક તરફ રાજ્યમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... આકરી ગરમી થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છુટા છવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. કઈ કઈ જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો તેની વાત કરીએ તો છોટા ઉદેપુર, તાપી, સૌરાષ્ટ્ર,ભાવનગર, દાહોદ, વલસાડ, નવસારીના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે..


હિટવેવની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આવ્યો કમોસમી વરસાદ 

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અનુભવ, અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં જ અનેક જગ્યાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર વટાવી ચૂક્યું હતું. આવનારા દિવસોમાં આ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આવનાર દિવસો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી અને આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ઉનાળાની શરૂઆતમાં પણ માવઠું આવ્યું હતું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એક વખત માવઠાએ જગતના તાતની ચિંતા વધારી છે... 


ક્યાં પડ્યો કમોસમી વરસાદ? 

તાપીના વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં માવઠું આવ્યું છે. તે ઉપરાંત ભાવનગરના રાજનગર, દેસાઈ નગર જેવા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય દાહોદ, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે માવઠાને કારણે ગરમીથી રાહત મળે છે પરંતુ આ જ માવઠાને કારણે  ધરતીપુત્રોની ચિંતા આસમાને પહોંચે છે.. પાકને નુકસાન થવાને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે....  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે