હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો થશે ઘટાડો, 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


  • Published By :
  • Published Date : 2023-05-23 16:01:46

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે ત્યારે લોકો હવે આ આગઝરતી ગરમીથી ક્યારે રાહત મલશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહીથી લોકોને ચોક્ક્સપણે રાહતની અનુભૂતિ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે. 


તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. તાપમાનમાં  લગભગ 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. 


30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


સમગ્ર રાજ્યમાં આવતીકાલથી સુસવાટા મારતા પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઈ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે