Loksabha Election પહેલા BJPમાં વેલકમ પાર્ટી, Arjun modhwadia અને Ambarish Der વિધિવત્ત રીતે થશે ભાજપના! C.R.Patil કરશે પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત


  • Published By :
  • Published Date : 2024-03-05 10:26:54

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે તો બીજી તરફ ભાજપ પક્ષમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષને બે મોટા ફટકા પડ્યા. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. ધારાસભ્યનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ખાતે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. આજે ફરીથી ભરતી મેળો થવાનો છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરવાના છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે. 

Image


પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાઓના સૂર!

પક્ષ પલટો કરવો નેતા માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયમાં અનેક ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરી લીધો છે. જે પાર્ટી માટે પહેલા ખરાબ બોલતા હોય છે તેમના બોલ બીજેપીમાં સામેલ થયા બાદ બદલાઈ જતા હોય છે. જે નીતિઓનો વિરોધ પહેલા કરતા હોય છે તે જ નીતિઓ ભાજપમાં આવ્યા બાદ સારી લાગવા લાગે છે. વિકાસ નથી થયો તેવી વાતો પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ પક્ષ પલટો કર્યા બાદ કેટલો વિકાસ થયો છે તે દેખાવવા લાગે છે. એક જ દિવસમાં જાણે તેમનું હૃદયપરિવર્તન થઈ જતું હોય છે. આ અનેક ઉદાહરણો આપણી સામે છે.. ગિરગિટ પણ વિચારતો હશે કે આટલા જલ્દી તો હું પણ આટલા જલ્દી રંગ નથી જેટલા જલ્દી આ લોકો રંગ બદલે છે! 

Congress MLA Amrish Der demanded an account of his grant | એવું તે શું થયું  કે, કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર વેલમાં ધસી ગયા

મોઢવાડિયા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ પર એવાં બગડ્યાં, રાહુલ-સોનિયા ગાંધીની  ઊંઘ ઉડી જશે | Congress leader arjun modhwadia tweet controversy National  Congress leaders

બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયો કરશે ધારણ!

ચૂંટણી પહેલા પક્ષ પલટોની મૌસમ પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા સમયથી અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યો પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પછી કેસરિયો ધારણ કરે છે. ભાજપમાં વેલકમ પાર્ટી થવી સામાન્ય થઈ જઈ ગયું છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે બે પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે