પૃથ્વી પર "વેલકમ" વિલિયમ્સ.. 286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર પાછા!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-19 10:33:43

286 દિવસો બાદ આખરે સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની પૃથ્વી પર ઘરવાપસી થઈ ગઈ છે . માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘરવાપસી થઈ છે.  અવકાશમાં 9 મહિનાનો લાંબો સમય વિતાવ્યા બાદ, નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતીય સમય અનુસાર, સવારે 3:27 વાગ્યે, સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈને મેક્સિકોની ખાડીમાં ઉતર્યું. આના થોડા સમય પછી, હસતાં હસતાં  સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાંથી બહાર આવ્યા . 


7 મિનિટ સુધી સંપર્ક તૂટયો ને.. 
ચાર અવકાશયાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં ડ્રેગન અવકાશયાન 19 માર્ચે બપોરે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું..  વ્હાઇટ હાઉસે અવકાશયાત્રીઓના પરત ફરવા પર ઇલોન મસ્કની પ્રશંસા કરી છે. મંગળવારે X પર પોસ્ટ કરતાં લખ્યું વચન આપ્યું, વચન પાળ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓ અમેરિકાના સુરક્ષિત રીતે ઉતર્યા છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર!


કેમ 9 મહિના અવકાશમાં રહેવું પડ્યું?

થયું શું હતું તો ....ગયા વર્ષે જૂનમાં, બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવામાં આવ્યા હતા. બંનેને ત્યાં ફક્ત ૮ દિવસ રોકાવાનું હતું. બંને અવકાશયાનની સલામતી તપાસવા ગયા હતા. જોકે પ્રોપલ્શન નિષ્ફળતાના પરિણામે મિશન નિષ્ફળ ગયું અને અવકાશયાનને કોઈપણ મુસાફરો વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું. આ પછી બંને અવકાશમાં ફસાયેલા રહ્યા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.