બંગાળમાં હિંસા મામલે હાઈકોર્ટે મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, ભાજપે મુસ્લિમ તુષ્ટીકરણનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-04-03 16:37:54

કોલકત્તા હાઈકોર્ટે આજ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે બુધવાર 5 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. બીજી  તરફ ભાજપાની શોભાયાત્રા દરમિયાન હુગલીમાં થયેલી હિંસાને લઈને ભાજપા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ સરકાર વિરૂધ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે. 


પોલીસ પાસે માગ્યો રિપોર્ટ


ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ તથા ન્યાયમૂર્તિ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોલીસને સીસીટીવી જમા કરાવવાના આદેશ આપ્યા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં થયેલી ધરપકડો અંગે એક રિપોર્ટ સાથે હિંસા દરમિયાનના ફૂટેજ પણ માગ્યા છે.  


BJP નેતાએ કરી તપાસની માગ


શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક લોકહિતની અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરૂવારે થયેલી હિંસાની ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કેન્દ્રિય દળો તૈનાત કરવાની પણ માગ કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે