C R પાટીલે આ ઉમેદવારોને લઈને શું મોટું નિવેદન આપ્યું ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-30 18:17:47


ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા જ સમયમાં જાહેર થશે  તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી. આ અંગે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે એમ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોતની શુભેચ્છા મુલાકાત હતી એમ પણ જણાવ્યું હતું.


શું કહ્યું c r પાટિલે ???


સી આર પાટિલે પોતાના કાર્યકર્તાઓ માટે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. જે પાર્ટીની જીતવાની તક ઉજળી હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ આવતા હોય છે. અમે તેમને આવકારીએ છીએ. સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી.


વધુમાં સી આર પાટીલે કહ્યું છે ભાજપના નેતાઓ બેઠક બદલી દાવેદારી નોંધાવતા હોય છે તે ક્યાંથી ચૂંટણી લડશે એ મુદ્દે પણ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઠક બદલીને દાવેદારી નોંધાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે