ચૂંટણીપંચએ શું કર્યો ફેરફાર અને શું છે નવા નિયમો ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:31:55


 

ચૂંટણીપંચએ શું કર્યો ફેરફાર અને શું છે નવા નિયમો ?

 

મફતના વાયદાથી કંટાળેલા ચૂંટણી પંચે હવે કડક પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. હવે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા જે કઈ પણ જાહેરાત કરવામાં આવશે તેની પછાળનો ખર્ચ અને તેની નાણાકીય માહિતી આપવાની રહશે. માત્ર જાહેરાતો કરી દેવાથી કામ નહી ચાલે. અને ચૂંટણી ઢંઢેરામાં તાર્કિક, વ્યવહારીક અને જે યોજના ધરાતલ પર ઉતારી શકાય તેમ હોય તેની જાહેરાત કરે.

 

 

કોને કરી બેઠકો


મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં આયોજીત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ચુંટણીમાં જે ઢંઢેર અને પ્રચારમાં જે જાહેરાત કરી હોય તે વાસ્તવિક અને તાર્કિક હોવી જોઈએ તેવીજ યોજના પાર્ટી જાહેર કરવા રહશે. જેથી હવે નાણામંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક, એફઆરબીએમ, સીએજી વગેરેની ગાઇડલાઇન પર આધારિત હોવી જોઇએ.

 

કોઇ જાહેરાત પાછળ થનારો ખર્ચ ક્યાંથી આવશે તેનો હિસાબ આપવો પડશે.

ચુંટણી પંચ દ્વારા આચારસાહિતામાં પણ અનેક સ્થાળૉએ પરિવર્ત કરવામાં આવ્યા છે. કલમ 3ના પ્રાવધાન અને 8 એમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.જેના કારણે દરેક પક્ષએ ચુંટણી ચૂંટણી ઢંઢેરામાં પોતાની યોજનાઓ અંગે જણાવવાની સાથે સાથે તે યોજના કઇ રીતે લાગુ થશે અને નાણા ક્યાંથી આવશે તેનો હિસાબ પણ આપવો પડશે. ઉપરાંત દરેક પક્ષે ચુંટણી ઢંઢેરો જાહેર કરવો પડસે.

 


મતદારોને થશે ફાયદો ?

ચુંટણી પંચના અનુસાર મતદારો રાજનીતિક પક્ષ વચ્ચે પારદર્શિતા વધશે. રાજનીત પક્ષ દિશામાં ગંભારતાથી વિચારણા કરશે. અને મતદારો વિચારધારાવાળી પાર્ટીને પસંદ કરવાનો મોકો મળશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે