Bharuch Loksabha સીટના ઉમેદવાર Chaitar Vasavaનો પ્રચાર કરવા આવ્યા AAPના સાંસદ સંજયસિંહ, BJP પર પ્રહાર કરતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-27 17:16:09

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે...  આજે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા, ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અમિત શાહ સભાઓને સંબોધી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ ગુજરાત આવેલા છે.. ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવા ઉમેદવાર છે ત્યારે ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં સંજયસિંહ આવ્યા હતા.. સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે...

પાર્ટીના દિગ્ગજ નેતાઓનો ગુજરાતમાં જમાવડો

સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે... જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ રાજનેતાઓની જંગ જનસભાઓના વીડિયો આપણી સામે આવશે... ઉમેદવારોની તેમજ પાર્ટની પ્રશંસા થશે અને વિપક્ષ પર પ્રહાર કરાશે... ગુજરાતની તમામ બેઠકો પર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે આ બેઠક પરથી મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.


ભાજપ પર પ્રહાર કરતા સંજયસિંહે કહ્યું કે.... 

ચૈતર વસાવા અને મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે આપના રાજ્ય સભા સાંસદ સંજયસિંહ ગુજરાત આવ્યા હતા.. જનસભાને સંબોધી ઉપરાંત ભાજપ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે ભરૂચના લોકો 35 વર્ષના ભાજપના શાસનથી અત્યંત નારાજ છે. જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ તેમણે લોકોને હંમેશા ભ્રમિત કરવાનું કામ કર્યું છે....  આ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે...      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે