આ તો કેવો ન્યાય!! નિર્જીવ વસ્તુને નુકસાન થાય તો માલિક વિરૂદ્ધ પગલા લેવાય, પરંતુ કોઈ માણસનો જીવ જાય તો પણ અધિકારી વિરૂદ્ધ પગલા ન લેવાય?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:08:03

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેનને શરૂ થયાને વધુ સમય પણ નથી થયો અને આ ટ્રેનનો ભેંસનો સાથે અકસ્માત થઈ ગયો છે. જેને કારણે ટ્રેનને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના ભેંસોને કારણે સર્જાઈ હોવાને કારણે ભેંસોના માલિક વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભેંસોના માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

Gandhinagar-Mumbai Vande Bharat Express engine damaged after hitting cattle  | Latest News India - Hindustan Times


ટ્રેનને નુકસાન થયું તે તંત્રને દેખાયું પણ ભેંસનું શું, તે તંત્રએ ન વિચાર્યુ? 

ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રેનને તો મોટું નુકસાન થયું છે પરંતુ ભેંસોનું શું? ભેંસોના માલિકને પણ તો નુકસાન થયું છે. ભેંસોના માલિકને વળતર ચૂકવવાની વાત કરવાની તો દુર રહી પરંતુ ભેંસોના માલિકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે જો રખડતા ઢોરને કારણે કોઈ માણસનો જીવ ગયો હોત તો શું જવાબદાર અધિકારી વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ? ટ્રેનની બદલીમાં કોઈ માનવનો જીવ ગયો હોત શું તંત્ર આવી ત્વરિત કાર્યવાહી કરતી? સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો જો ગયો હોત તો તંત્ર આ વાત પર કેટલી સહાનુભૂતિ રાખત તે એક પ્રશ્ન છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે