કેજરીવાલએ આ શું નવું કહ્યું ? "BJP એ અમને ગુજરાત છોડી દેવા ઑફર આપી હતી કે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 18:06:52


આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે એક ટીવી શૉ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન મામલે કહ્યું કે, 'અમારી પાસે ભાજપની એક ઓફર આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું.' 



"આ તો સુંદર વાર્તાઓ છે "

અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા સત્યેન્દ્ર જૈન પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કહ્યું કે, ઘણા સમય પહેલા સુંદર વાર્તાઓ આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની સુંદર વાર્તાઓ છે. આ બધુ મોરબીમાં થયેલી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ સુંદર વાર્તાઓને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે,'સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના સુધી જેલમાં રાખો. તમે અમને તોડી નહીં શકો.' 


ભાજપ પર કર્યા પ્રહાર 

ચૂંટણીની ચર્ચાઑમાં અરવિંદ કેજરીવાલએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું જો ભાજપે અહીં કામ કર્યું હોત તો 27 વર્ષ પછી અમને ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારનો એક ભાગ બનીને જવાબદારી નિભાવીશ.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે