શું ચર્ચાઑ થઈ ત્રણ દિવસથી ચાલી રહેલી કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:57:17



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો જીતવાની દમખમથી તૈયારીયો કરી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારો જાહેર કરીને કુલ 73 ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ કાલે પુરી થઈ છે. હવે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોની ફાઈનલ યાદી અંગે ચર્ચાઓ થશે. ત્યાર બાદ દિવાળી પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે.


કેટલા નામ ફાઇનલ થયા છે ??

ગુજરાતની 182 બેઠકો માટે કોંગ્રેસ પાસે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. જેની ચર્ચાઑ સ્કિનિગ કમિટિમાં થઈ છે આ બેઠકમાં 65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે 


કેટલાક ધારાસભ્યો રિપીટ કરવામાં આવશે !!!


જાણવા મળ્યું છે કે કેટલાક વર્તમાન ધારાસભ્યોને રિપીટ પણ કરવામાં આવશે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થવા પહેલા ઉમેદવાર જાહેર કરવાની હોડમાં હતી. પરંતુ હવે કોંગ્રેસ દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરશે. ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યોકે અન્ય નેતાઓની નારાજગી સામે ના આવે તે માટે સાવધાનીપૂર્વક ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે