WhatsAppએ ભારતનો ખોટો નકશો શેર કરવાને લઈ માંફી માંગી, મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઠપકો આપ્યો હતા


  • Published By :
  • Published Date : 2023-01-01 13:25:42

ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દ્વારા ઠપકો આપ્યા બાદ WhatsAppએ માફી માંગી છે. વોટ્સએપે કહ્યું છે કે તે અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશે. વાસ્તવમાં, મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપના આ કૃત્ય માટે વોટ્સએપને ઠપકો આપ્યો હતો અને વીડિયોમાં સુધારો કરવા કહ્યું હતું. અગાઉ પણ, મંત્રીએ ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ ઝૂમના સીઈઓ એરિક યુઆનની ઠપકો આપ્યો હતો.


કેન્દ્રીય મંત્રીએ પ્રતિબંધની ચેતવણી આપી 


કેન્દ્રીય  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મંત્રીરાજીવ ચંદ્રશેખરે વ્હોટ્સએપના વીડિયોનો જવાબ આપતાં કહ્યું, "પ્રિય વ્હોટ્સએપ, તમને ભારતના નકશાની ભૂલને શક્ય તેટલી વહેલી તકે સુધારવાની વિનંતી કરવામાં આવે છે. તમામ પ્લેટફોર્મ કે જ ભારતમાં વેપાર કરે છે અથવા ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તે તમામ પ્લેટફોર્મ્સે ભારતનો સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.


વોટ્સએપે ભૂલ સુધારી


કેન્દ્રીય મંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે ભૂલ સુધારી અને ટ્વીટ કર્યું કે અણધારી ભૂલ દર્શાવવા બદલ આભાર. અમે તરત જ વીડિયો હટાવી દીધો છે, માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે