જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોનું બધુ છીનવાઈ જાય છે! ખેડૂતોની વેદના સાંભળી તમે પણ ઈમોશનલ થઈ જશો


  • Published By :
  • Published Date : 2023-11-27 16:35:14

ગઈકાલથી આસમાની આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ઉભા પાકને મોટા પાયે આ માવઠાને કારણે નુકસાન થયું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓથી ખેડૂતની વેદનાના વીડિયો સામે આવ્યા છે. જગ્યા ભલે અલગ હોય પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ સરખી જ છે. સુરતથી એક દ્રશ્ય સામે આવ્યું જેમાં પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. 

ખેડૂતોની વેદના આપણે નહીં સમજી શકીએ!

આપણે અનેક વખત થાળીમાં ભોજન રાખી મુકીએ છીએ. એમ માનીને કે આટલામાં કંઈ ન બગડે. જમણ વારમાં પણ અનેક વખત આપણે જોયું હશે કે ભોજનનો વેડફાટ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આટલું ભોજન વેડફવાથી કઈ નહીં થાય પરંતુ આપણે એ વખતે ભૂલી જઈએ છીએ કે આ ભોજન આપણી થાળી સુધી પહોંચ્યું તે માટે ખેડૂતોએ કેટલી મહેનત કરી હશે. એ વસ્તુઓનો આપણને કદાચ ખ્યાલ પણ ન હોય કે ખેતરમાં ખેતી કરતી વખતે ખેડૂતોના શું હાલ થાય છે. 

દેવાંશી જોષીને ખેડૂતોએ જણાવી આપવીતિ! 

જેતપુરમાં જ્યારે દેવાંશી જોષી ગયા હતા ત્યારે ખેડૂતોએ આપવીતિ કહી હતી. સરકાર સહાયના વાયદા કરે છે પરંતુ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે છે ત્યારે સરકાર કરેલા વાયદા ભૂલી જતી હોય છે તેવી વાત ખેડૂતે કરી હતી. સુરતથી પણ આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ખેડૂતોની વેદનાને સમજાવતા અનેક વીડિયો જોઈએ. મહત્વનું છે કે માવઠાને કારણે કઠોળ જેવા પાક  તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.કરા પડતાની સાથે જ ખેડૂતો ચિંતિત બન્યા છે, કરા પડવાના કારણે ખેતરમાં ઉભા પાકને મોટુ નુકસાન થઇ શકે છે, ખાસ કરીને ધાણા સહિતના પાકોમાં મોટા નુકસાની ની ભીતિ છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે