ક્યારે યોજાશે ટેટ 1 અને 2ની પરીક્ષા, શું કરી જીતુ વાઘણીએ જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:30:08

ટેટની પરીક્ષા જાહેરાત 


ટેટની પરીક્ષા આપવા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર . ટેટની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે .2018થી ટેટ 1 અને 2 ની પરીક્ષા લેવાઈ ન હતી અને એની રાહ જોવાય રહી હતી ત્યારે સરકારે આજે ટેટ 1 અને 2નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શિક્ષકોની ખાલી જગ્યા ભરવા ટેટ 1 અને 2ની પરીક્ષા યોજાશે અને 17 ઑક્ટોમ્બરે જાહેરનામું બહાર પડસે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે . લગભગ 3 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભરશે જ્યારે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે. 



શું કહ્યું શિક્ષણ મંત્રીએ ? 


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે ટેટ 1 અને 2ની પરીક્ષાનું જાહેરનામું 17 ઑક્ટોમ્બરે સુધી આવી જશે અને 21 ઓક્ટોમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે .



સમાચાર ઉપડેટ થશે..............



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે