સાંસદ મોહન કુંડારીયાને બીજેપીના કયા નેતાથી છે વાંધો? મોરબીમાં સામે આવ્યો બીજેપીનો જૂથવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 17:01:40

આમ તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને એક બીજાથી વાંધા છે પણ આ વાંધા બહાર નથી આવતા કારણ કે તેની પાછળ અનેક કારણો છે, જો બધુ બહાર આવવા લાગે તો કાલે નેતાજી નજર આવતા બંધ થઈ જાય, ઠીક છે મતભેદો તો રહેવાના જ બધે પણ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણમાં વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. વિગતવાર વાત કરીએ સાંસદ મોહન કુંડારિયા ભાજપના કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. પોતાના ભાષણમાં સાંસદ મોહન કુંડારીયાએ કહ્યું હતું કે કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. 

સત્કાર સમારોહમાં સાંસદે આપ્યું ભાષણ

મોરબીના વાંકાનેરમાં ભાજપનો વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવાર સાથે સંબંધ રાખતા કેશરીસિંહ ઝાલાને રાજ્યસભા લડવા માટે પસંદ કર્યા છે એવામાં તે પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે તે સત્કાર સમારંભ કાર્યક્રમમાં વાંકાનેર પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા પણ સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંઈક આવી રીતે ભાષણ આપ્યું હતું. 


વિધાનસભા પહેલા ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી

મોહન કુંડારિયાએ આમ તો નામ લીધા વગર વાત કરી રહ્યા હતા પણ સ્થાનિક સુત્રોને અમે પૂછ્યું કે કયા નેતાજીનું તે નામ લઈ રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે વિસ્તારના ધારાસભ્યની વાત થઈ રહી છે. ટૂંકમાં ચૂંટણી પહેલા તો અનેક નેતાઓ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો હતો પણ હવે ફરીથી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો હતો. જો કે અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા કાઢી હતી જેમાં વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે