સરકારી કર્મચારીયોની કઈ રજા કપાયી અને કઈ રજા મળી ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 18:43:24


આ વર્ષ દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસ છે. સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણનું ખાસ મહત્વ છે.સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. બંનેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે એટલે કે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ખૂબ પ્રભાવશાળી સાબિત થશે. એટલે આ વખતે દિવાળી 24 ઓકટોબરના રોજ છે તે બાદ 25 તારીખે પડતર દિવસ છે અને બેસતું વર્ષ 26 તારીખના રોજ છે.


કયા દિવસની રાજ્ય કપાઈ ?

એક પડતર દિવસ હોવાના કારણે  સરકારી કર્મચારીઓ 24-25-26 માંથી 25 ઓકટોબરની રજાનું અસમંસજસ હતું. જેનું સમાધાન આવી ગયું છે. સરકારી કર્મચારીઓને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ રજા જાહેર થતાં સરકારી કર્મચારીઑની ખુશી બમણી થઈ છે. એટલે કે હવે દિવાળી અને નવા વર્ષ વચ્ચે પડતર દિવસે સરકારી કચેરીઓમા રજા રહેશે. જેના બદલામાં 12 નવેમ્બરના રોજ બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે.


ઘણા વર્ષો બાદ આવું સયોગ !!!!

જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાશે. જે 25 ઓક્ટોબરે બપોરે 02.29 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 06.32 સુધી ચાલશે. જણાવી દઈએ કે 27 વર્ષ પહેલા 1995માં દિવાળીના દિવસે જ સૂર્યગ્રહણ હતી ત્યારે આવી સ્થિતિ જ સર્જાઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે