બિચારી સરકાર! કોણ જબરદસ્તીથી સરકારને આંખે પાટો બાંધી રાખે છે? Chhotaudepurનો વિકાસ જુઓ અને સાંભળો સ્થાનિકોની સમસ્યા....


  • Published By :
  • Published Date : 2023-09-06 09:59:46

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં રસ્તા ન હોવાને કારણે,  ઉબડખાબડ રસ્તા હોવાને કારણે લોકોને આવવા-જવામાં તો મુશ્કેલી પડે છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવાના હોય. ખરાબ રસ્તા હોવાને કારણે 108 ત્યાં પહોંચી શક્તી નથી અને 108 સુધી પહોંચાડવા માટે દર્દીને ખાટલા પર બેસાડી લઈ જવાય છે. રસ્તા ન હોવાને કારણે અનેક વખત મૃતદેહોને પણ લઈ જવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અંતરિયાળ વિસ્તારોથી અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ પૂછવાનું મન થાય કે શું આ લોકો ગુજરાત રાજ્યમાં નથી આવતા? 

છોટા ઉદેપુરથી સામે આવ્યા દયનીય દ્રશ્યો 

ગુજરાત માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે ગુજરાત એટલે ગતિશિલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસશીલ ગુજરાત વગેરે વગેરે.... પરંતુ લાગે આ વિકાસની વ્યાખ્યામાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર નથી આવતા. કારણ કે અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. સારા રસ્તા માટે, પાણી માટે, વીજળી માટે. પ્રકૃતિએ તો તેમને ઘણું બધું આપ્યું છે પરંતુ સરકારે તેમને કંઈ નથી આપ્યું. સરકારે તેમને તો તેમના હકનું પણ નથી આપ્યું. આ વાત અમે છોટા ઉદેપુરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને કહી રહ્યા છીએ. ખરાબ રસ્તા હોવાને કારણે ગ્રામજનોને મૃતદેહને લઈ જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોને મૃત્યુના દુ:ખ કરતા ખરાબ રસ્તા હોવાને કારણે દુખી હતા.


આ સમસ્યા એક ગામની નથી પરંતુ અનેક ગામોની છે...!

સરકારને અનેક વખત અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોએ રજૂઆત કરી છે કે અમને સારા રસ્તા બનાઈને આપવામાં આવે. ખરાબ રસ્તા હોવાને કારણે આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટીંગ માટે આવા અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે પણ સ્થાનિક લોકોની આવી જ માગ હોય છે. સરકારને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હવે તો લોકો કરતા સરકાર પર દયા આવવા લાગી છે. 'બિચારી સરકાર' કહેવાનું મન થાય છે. આ માત્ર  એક ગામના લોકોની સમસ્યા નથી પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની સમસ્યા છે જે પ્રકૃતિની નજીક છે પરંતુ સરકારથી દૂર છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે