દિલ્હીના મુખ્યમંત્રીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી, કેમ પોલીસે ન કરી આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:42:20

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યમંત્રીને ધમકી મળતા પોલીસ પણ દોડતી  થઈ ગઈ હતી. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.  ધમકી આપનાર આરોપીની તપાસ કરવામાં લાગી ગઈ હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી. 


અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીસીઆરમાં ફોન આવ્યો હતો જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપી સુધી પોલીસ પહોંચી પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી હતી. 


માનસિક રૂપે બીમાર વ્યક્તિએ કર્યો હતો ફોન 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. 12.05 વાગે પીસીઆરમાં તેમને ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી વારમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થઈ કે માનસીક રીતે બિમાર છે. તેની સારવાર ચાલી રહી છે. માનસિક સ્થિતિને જોઈ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.         




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે