AAPનો મુખ્યમંત્રી ચેહરો કોણ હશે ? અરવિંદ કેજરીવાલએ કરી જાહેરાત !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 12:44:54


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનીચૂંટણીમાં દરરોજ નવા નવા દાવપેચ સામે આવી રહ્યા છે. ગુજરાતણા રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેમનું ફોકસ ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાત માટે મુખ્યમંત્રીનો ચેહરો પણ જાહેર કરશે. 



CM ચેહરા સાથે AAP લડશે ચૂંટણી !!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રીનો ચેહરો પણ પસંદ કરી લેશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. જોકે મુખ્યમંત્રી ચેહરા માટે આમ આદમી પાર્ટી જનતા પાસેથી સૂચનો માંગવી શકે છે.


કોણ નક્કી કરશે મુખ્યમંત્રી ચેહરો ??

ચૂંટણી જાહેર થયા બાદ AAP CM ચહેરા સાથે પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP સર્વે કરશે અને ગુજરાતના લોકો પાસેથી સૂચનો માંગશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિફોન દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવશે અને સીએમ ચહેરા માટે ઓપીનિયન પોલ કરવામાં આવશે. ગ્રાઉન્ડ સર્વે પણ કરવામાં આવશે તેમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP પંજાબની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી લડવા માંગે છે. પંજાબમાં AAPએ CM ચહેરાને ભગવંત માન તરીકે જાહેર કર્યો હતો અને તેથી જ ગુજરાતમાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવશે અને જનતા સીએમ ચહેરો નક્કી કરશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે