AAP કોને બનાવશે મુખ્યમંત્રીનો ચહેરો?? કાલે ખુલશે સસ્પેન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 10:43:30

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્રણેય પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તે પ્રશ્નનો અંત 4 નવેમ્બરના રોજ આવી જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે AAPના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. 

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, આગમન  સાથે જ કહ્યુ,'ભાજપના શાસનથી પ્રજા પરેશાન', ગુજરાત માટે પહેલી ગેરેંટીની ...

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામને લઈ માગ્યા હતા સૂચનો 

દરેક પક્ષ તેમજ લોકો ચૂંટણીની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાવાની છે તેનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આપે 29 ઓક્ટોબરના રોજ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો તે અંગે સૂઝાવો માગ્યા હતા. સૂચનો માગવાનો સમય પૂર્ણ થતા, 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયાને આપ મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારશે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈ નવો ચહેરો પણ લાવી શકે છે. ત્યારે બધાની નજર અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર રહેવાની છે. 

ગુજરાત ચૂંટણી : આમ આદમી પાર્ટી ભાજપ સામે જેટલી સક્રિય દેખાય છે, એટલી બેઠકો  મેળવી શકશે? - BBC News ગુજરાતી

કોઈ જાણીતો ચહેરો આપમાં જોડાઈ શકે છે તેવું અનુમાન  

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. પોતાના પ્રચાર દરમિયાન બીજી રાજકીય પાર્ટીઓ પર પણ પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓ આપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આ વખતની મુલાકાતમાં પણ કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.             



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે