મનસુખ વસાવાએ ભાજપની સામે કર્યો બળવો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-08 21:14:35

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે. 

गुजरात से सांसद मनसुख भाई वसावा ने दिया BJP से इस्तीफा, बात न सुने जाने पर  थे नाराज | Gujarat bharuch MP Mansukhbhai vasava Resigned from BJP

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં , ૬૦થી વધુ વયના ઉમેદવારોને ટિકિટ ના આપવી , ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ ના આપવી, સંગઠનમાં પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ના આપવી. તો હવે , ભારતીય જનતા પાર્ટીના આ નિયમોની સામે , ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે, " આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટો આપવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એ નિયમો જ પાર્ટીને નુક્શાન કરવાના છે. જેમ કે, ૬૦થી વર્ષથી ઉપરવાળાને ટિકિટ નઈ આપવાની , ત્રણ ટર્મ વાળાને ટિકિટ નઈ આપવાની, જે લોકો સંગઠનમાં હોય તેમને ટિકિટ નઈ આપવાની. પાર્ટીના આ બધા નિયમોના કારણે , કાર્યકર્તાઓ સખત નારાજ છે. આ નિયમોના કારણે પાર્ટીને ભયંકર નુકશાન થવાનું છે. વિધાનસભા કે લોકસભા માટે આવા નિયમો નથી. તો પછી નાનો કાર્યકર કે જે ચૂંટણીઓ લડે છે તેની માટે કેમ આવા નિયમો છે. " ભારતીય જનતા પાર્ટીના પાર્લિયામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, ૬૦થી વધુ ઉમરના નેતાઓને સ્થાન નઈ અપાય. આ ઉપરાંત , ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની ટિકિટ કપાશે. આ ઉપરાંત , સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિજનોને ટિકિટ આપવામાં નઈ આવે. આમ , ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને ડામવા માટેની ગતિવિધિ હાથ ધરી છે. 

ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા માટે નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. વાત કરીએ , જાતિગત સમીકરણોની તો , આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૭ ટકા oBC અનામતની અમલવારી કરવામાં આવી છે. એવામાં શક્ય તેટલી વધુમાં વધુ જ્ઞાતિ કે સમાજને ટિકિટ આપવાની ભાજપની વ્યૂહરચના છે. શક્ય તેટલી વધુ જ્ઞાતિને ટિકિટ મળે તેવી રીતે પેનલો બનાવવા પણ સૂચના ભાજપ હાઇકમાન્ડ તરફથી આપવામાં આવી છે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે