શિવજીને બિલીપત્ર શા માટે કરાય છે અર્પણ? જાણો બિલીપત્રનો મહિમા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-27 13:48:38

આપણે ત્યાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ દેવોની પૂજા કરવામાં આવે છે. સોમવારે મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. ભગવાન શંકરને અનેક વસ્તુઓ પ્રિય હોય છે. ભસ્મ, રૂદ્રાક્ષ, ડમરૂ જેવી અનેક વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તેમાં પણ ભગવાન શંકરને બિલીપત્ર અતિશય પ્રિય માનવામાં આવે છે. બિલીપત્ર અર્પણ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

સોમનાથ મહાદેવને બિલ્વદલ શૃંગાર somnath temple gujarat bilva patra shringar

હિંદુ ધર્મમાં બિલીપત્રના ઝાડને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બિલીપત્રને ત્રણ પાંદડા હોય છે. બિલીપત્ર વગર ભગવાન શંકરની પૂજા અધૂરી ગણવામાં આવે છે. 3 પત્તા હોવાને કારણે તેને ત્રિમૂર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સર્વકામ પ્રદે બિલ્વં દારિદ્રયસ્ય પ્રણાશનમ્| બિલ્વાત્પરતરં નાસ્તિ યેન તુષ્યતિ શંકર:|| દરેક પુષ્પને આપણે સીધૂ અર્પણ કરવામાં આવતું હોય છે પરંતુ બિલીપત્રને ઉંધું ચઢાવવામાં આવે છે. 

બિલીપત્રમાં ત્રણ દળ હોય છે જેને સત્વ, રજસ અને તમો ગુણનું પ્રતિક માનવામાં આવે છે. આ ગુણોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગણવામાં આવ્યા છે. બ્રહ્મા સંસારનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન વિશ્વનું પાલન કરે છે જ્યારે ભગવાન શિવ સંસારનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે બિલીપત્રમાં ત્રણેય દેવતાઓનો વાસ હોય છે. 

પવિત્ર શ્રાવણ માસમાં ચડાવો મહાદેવ ને આ વસ્તુ અને મેળવો ,કન્યાદાન કર્યાનું  અને આંકડાના ફૂલથી સોનાનું દાન કર્યાનું ફળ . - MT News Gujarati

અનેક લોકો ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરતા હોય છે. તો અનેક ભક્ત સોમવારના દિવસે બિલીપત્ર અર્પણ કરે છે. બિલીપત્રની સાથે સાથે દૂધ તેમજ મધનો અભિષેક પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ આપે છે.

પવિત્ર શ્રાવણ માસમાં દરેક લોકો શિવલિંગ પર બીલીપત્ર ચડાવતાં હશે પરંતુ  બીલીપત્રનું આ મહત્વ તમે ભાગ્ય જ જાણતાં હશો, જાણો મહત્વપૂર્ણ વાતો ...

શ્રાવણ મહિનાને મહાદેવજીનો મહિનો ગણવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરને બિલીપત્ર અવશ્યપણે અર્પણ કરવામાં આવે છે. આપણે ત્યાં ચાલતી પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન બીમારીઓ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે. ત્યારે બિલીપત્રનો સ્પર્શ કરવાથી જીવાણું દૂર રહે છે. ઉપરાંત બિલીપત્રનો ઉપયોગ રસાયણ બનાવામાં પણ થતો હોય છે. વિષનાશનનો ગુણ ધર્મ બિલીપત્રમાં હોય છે. આયુર્વેદમાં પણ બિલીપત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.       




થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..

જમાવટની ઈલેક્શન યાત્રા નવસારી પહોંચી હતી. ભાજપે સી.આર.પાટીલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. નવસારીના યુવાનો ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ મોદીએ ગુજરાતમાં અનેક જનસભાઓ કરી. જનસભા દરમિયાન ઉમેદવારો હાજર હતા પરંતુ પરષોત્તમ રૂપાલા હાજર ના હતા. સભામાંથી તે ગાયબ હતા. પીએમ મોદીએ રાજકોટનો ઉલ્લેખ કર્યો પરંતુ તેમણે પરષોત્તમ રૂપાલાને યાદ ના કર્યા.. !

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.