થરાદ મામલતદાર કચેરીએ કેમ કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-13 20:53:21

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે.  આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે. 

થરાદ મામલતદાર કચેરીએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. કેમ કે , કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે , અમારા ઉમેદવારોને પોલીસ ધમકાવી રહી છે. આ કારણે , થરાદ મામલતદાર કચેરીની બહાર આજે મામલો ગરમાઈ ગયો હતો. થરાદની મામલતદાર કચેરીએ , ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે , " જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની હાલમાં ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ ભરાયું આ પછી ભાજપના ઉમેદવારોનું ફોર્મ ભરાયું છે. બીજા અનેક નાના મોટા મુદ્દે અમે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે થરાદની અંદર , કોઈ પણ અધિકારી ઉમેદવાર કે ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી. આ ઉપરાંત , વકીલને આવવા દેવામાં આવતા નથી આવો ક્યાંય નિયમ નથી તેમ છતાં , ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચી લો. પોલીસનો જ્યાં પણ દુરુપયોગ થઇ રહ્યો છે તે માટે અમારે જ્યાં પણ લડવું પડે ત્યાં અમે લડીશું" 

વાવ-થરાદ જિલ્લામાં રાજકીય ગરમીમાં ભોરોલ તાલુકા પંચાયતની બેઠક અત્યારે કેન્દ્રબિંદુ બની છે. એક તરફ ભાજપ આ બેઠક પર બિનહરીફ વિજયનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ મેદાનમાં ઉતરી ભાજપના દાવાને ફગાવી દીધો છે. ભોરોલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે જોગાજી રાજપૂતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની સમય મર્યાદા બાદ કોંગ્રેસના કોઈ મજબૂત હરીફ સામે ન આવતા અથવા ઉમેદવાર હટી જતાં, ભાજપ છાવણીમાં વિજયનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા સમાન જોવામાં આવી રહી છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે