Social Media Platform X પર ગુજરાત કોંગ્રેસે શા માટે લખ્યું Gujarat Model is a myth? કાયમી ભરતી અને બ્રિજની ઘટનાને કોંગ્રેસે આ રીતે જોડી!


  • Published By :
  • Published Date : 2023-10-25 11:50:25

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયકનો વિરોધ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક જ માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોને કાયમી ધોરણે રાખવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહી. રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પાલનપુર બ્રિજ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી એક ટ્વિટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે #GujaratModel is a  myth.

જ્ઞાન સહાયક રદ્દ કરાવા ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. શાળામાં ભણાવતા શિક્ષકોની જ નોકરી જો કાયમી નહીં હોય, શિક્ષકોનું ભવિષ્ય જ જો સ્થિર નહીં હોય તો તે દેશના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક રદ્દ કરવામા આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે.


ગુજરાત કોંગ્રેસે ગુજરાત મોડલને લઈ સરકાર પર કર્યા પ્રહાર

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સમર્થનમાં આવીને કોંગ્રેસે શિક્ષણ બચાવ રેલીનું આયોજન કર્યું હતું તો આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે સમાજને આગળ આવવા આહ્વાહન કર્યું હતું, ત્યારે પાલનપુર બ્રિજ દુર્ઘટના અને કામયી શિક્ષકોને એક સાથે કોંગ્રેસે જોડી દીધી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે  #GujaratModel is a myth. આપણે સૌ તો જાણીએ જ છીએ કે ગુજરાત મોડેલ એક ભ્રમ છે. હવે આ ભ્રમ કડાકાભૂસ થઈ રહ્યો છે. એવું તે કેવું મોડેલ કે કાયમી શિક્ષકો પણ ન હોય?   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે