ઋષભ પંતના નામથી ઉર્વશી રૌતેલાને કેમ આવ્યો ગુસ્સો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:00:30

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રૂષભ પંતને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 2018માં બંને એક સાથે અનેક વખત દેખાતા તેમની વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ત્યારે ફરી એક વખત ઉર્વશી રૌતેલાના નામને રૂષભ પંત સાથે જોડી દેવાતા ઉર્વશી ગુસ્સે ભરાઈ હતી.       

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બતાવી નારજગી 

હમેશાં સુર્ખિયોમાં રહેનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગણપતિ મહોત્સવમાં સામેલ થવા પહોંચેલી ઉર્વશી નારાજ થઈ છે. વાત જાણે એમ છે કે ગણપતિ પંડાલમાં તેને જોતા જ ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ રૂષભ પંતની બુમો પાડવાની શરૂ કરી દીધી હતી. એ વખતે મૌન રહેલી અભિનેત્રીએ બાદમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું ‘યે સબ બંધ કરો, નહિંતો…’





અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે

ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે.