TET-TAT ઉમેદવારના આંદોલનને કેમ Yuvrajsinhએ GSRTC, GETCO,TRB જેવા આંદોલનો સાથે સરખાવ્યા? જુઓ વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 13:26:16

જ્ઞાન સહાયકનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે ઉમેદવારો પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અનેક સમય વિત્યો આંદોલન કરે પરંતુ હજી સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો સફળ નથી થયા. ગુજરાતના ભાવિ શિક્ષકોના સમર્થનમાં અનેક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોસ્ટ કરી છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા. સરકારને અનેક વખત તેમણે  પ્રશ્ન પૂછ્યા પરંતુ આ વખતે તેમણે વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા અને આંદોલન સફળ ન થવાના અનેક કારણો પણ જણાવ્યા છે. 

જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે 50 ટકા હાર!

કહેવાય છે કે એકતામાં તાકાત રહેલી છે. જો લોકો સંગઠિત હશે તો પણ મુસીબતનો સામનો થઈ શકશે. પરંતુ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં એકતાની કમી દેખાઈ રહી છે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે  જ્ઞાનસહાયકનો સ્વીકાર એટલે આંદોલનની 50 ટકા હાર. વધુમાં તેમણે લખ્યું કે ગાંધીજીનું અસહકાર અને બહિષ્કાર આંદોલન યાદ છે? એમાં લોકો એવું નોહતા કહેતા કે અમે વિદેશી વસ્તુ પણ લેશું ને વિરોધ પણ કરીશું. 


અનેક આંદોલનોનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ 

એવી માહિતી પણ સામે આવી છે કે વિરોધ કરી રહેલા ઉમેદવારોમાંથી અનેક ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું કે એકતા, સંગઠન, સંકલન વિના જગતની કોઈ લડાઈ જીતી નથી શકાતી. મહત્વનું છે કે જે આંદોલનનો ઉલ્લેખ યુવરાજસિંહે કર્યા તેના સફળ થવા પાછળનું કારણ એકતા હોઈ શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે