કરણી સેનાના અલ્ટિમેટમ બાદ શું સરકાર લેશે કોઈ પગલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:30:09

ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર અનેક આંદોલનને શાંત કરવામાં સફળ ગઈ છે . ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. 500 કરોડ સહાય આપવાની જાહેરાત બાદ પણ હજી સુધી પૈસા ન મળતા તેઓ રોષે ભરાયા છે. સરકાર દ્વારા સહાય ન મળતા તેઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. પોતાના આંદોલનને વેગ આપવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. હવે તેમના સમર્થનમાં કરણી સેના આવી છે. સરકારને અલ્ટિમેટમ આપી સરકારને પ્રેશરમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  



કરણી સેનાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અનેક કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મામલાને શાંત પાડી સરકારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે બનાસકાંઠામાં ગૌ-શાળા સંચાલકો વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા કરણી સેના પણ પહોંચી છે. કરણી સેનાએ સમર્થનમાં આવી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે કહ્યું કે ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌ-સેવા માટે જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં મળે ત્યાં સુધી અમે તેમના સમર્થનમાં રહીશું. 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના , સૌરાષ્ટ્ર પ્રાંત - Home | Facebook


અનેક વખત ગૌ-શાળા સંચાલકો આપી ચૂક્યા છે ચેતવણી

સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ 500 કરોડ ન મળતા ગૌ-શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તેમણે જલ્દી સહાય આપે તે માટે તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. સમય અવધી પૂરી થતા ગૌ-શાળા સંચાલકોએ પોતાની ગાયોને રસ્તા પર છોડી મૂકી હતી. પરંતુ તે બાદ પણ સહાય ન મળતા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 101 લોકોએ મુંડન કરાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે