Diwali દરમિયાન STમાં ઘરે જતી વખતે આ લોકોને કરજો વિશ, Harsh Sanghviએ લોકોને કરી આ અપીલ, લખ્યું....


  • Published By :
  • Published Date : 2023-11-10 12:22:15

દિવાળી પર્વના તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસની ઉજવણી થશે, તો આવતીકાલે કાળી ચૌદસ અને રવિવારે દિવાળીની ઉજવણી થશે. પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તો તે તહેવારની ઉજવણી બમણી થઈ જતી હોય છે. તહેવાર દરમિયાન અનેક નોકરિયાતોને દિવાળીની રજાઓ આપવામાં આવતી હોય છે. બીજા શહેરમાં રહેતા લોકો પોતાના ઘરે, પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક પ્રોફેશન, અનેક જોબ એવી હોય છે જેમાં દિવાળીની રજા નથી હોતી. ડોક્ટર, પોલીસકર્મીઓનું પ્રોફેશન એવું છે, મીડિયાકર્મીઓનું પ્રોફેશન એવું હોય છે ઉપરાંત એસટી વિભાગના કર્મચારીઓ એવા હોય છે જે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી મનાવતા.

અનેક કર્મીઓ દિવાળીની ઉજવણી ફરજ પર મનાવે છે!

પરિવાર સાથે જ્યારે સુખ વહેંચવામાં આવે ત્યારે તે બમણું થઈ જતું હોય છે અને જ્યારે દુખ વહેચવામાં આવે છે ત્યારે તે દુખ અડધું થઈ જતું હોય છે. પરિવાર વગર દરેક તહેવાર અધૂરા લાગે છે. જો કોઈ વ્યક્તિ પરિવારથી દૂર રહેતો હોય તો તેને પરિવારની યાદ આવા સમય પર આવતી હોય છે. પરિવાર સાથે તહેવાર લોકો મનાવી શકે તે માટે અનેક જગ્યાઓ પર દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ અનેક પ્રોફેશન એવા હોય છે જેમાં દિવાળી સમયે રજા નથી હોતી. તે કર્મીઓ પોતાની દિવાળી, બેસતુ વર્ષની ઉજવણી ફરજ પર કરતા હોય છે. તેવો એક વર્ગ છે એસટી બસના કર્મચારીઓનો. લોકો તેમના ઘર સુધી પહોંચી શકે તે માટે અનેક એસટી બસની સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એક્સટ્રા બસ મૂકવામાં આવી છે. 


હર્ષ સંઘવીએ વીડિયો શેર કર્યો અને કહ્યું કે... 

એસટી વિભાગના કર્મચારી પગાર વધારાની માગ કરી રહ્યા હતા. તેમનો પગાર વધારવામાં આવે તેવી તેમની માગ હતી. દિવાળી પહેલા સરકારે તેમની માગ સ્વીકારી લીધી અને તેમનો પગાર વધારો થઈ ગયો. હડતાળ પર ઉતરે તે પહેલા તેમની માગ સંતોષાઈ તેનો આનંદ કર્મીઓમાં હતો. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરી છે જેનો અમલ કદાચ દેરેકે કરવો જોઈએ. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગુજરાતવાસિયો, જ્યારે દિવાળી પર તમે ઘરે જાઓ ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરને પણ દિવાળીની શુભકામના આપો કારણ કે તેમનો પરિવાર તમે જ છો! 

નાના માણસોને પણ દિવાળી કરવી જોઈએ વિશ! 

હર્ષ સંઘવીએ એસટી કર્મચારીઓની વાત કરી પરંતુ દરેક નાના માણસને આવા તહેવાર દરમિયાન યાદ કરવા જોઈએ. રસ્તા પર કચરો ઉપાડતા લોકોને પણ દિવાળીની શુભકામના પાઠવવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડને પણ શુભેચ્છા પાઠવી જોઈએ. તેમને શુભકામના પાઠવવાથી આપણે નાના નથી થઈ જતા પરંતુ જ્યારે તેમને આપણે દિવાળી વિશ કરીએ છીએ ત્યારે તેમના ચહેરા પર આવેલો આનંદ આપણને અંદરથી ખૂશી આપી જાય છે!      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે