ખાલી વાસણ વગાડી વાંકાનેરમાં મહિલાઓએ કર્યો ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, AAPએ કર્યા કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 10:06:46

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર કરી રહી છે. પોતાના કામોને મતદારો સુધી પહોંચાડવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહી ભાજપ તરફ લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. ત્યારે મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની આગેવાનીમાં ગૌરવ યાત્રા નિકળી હતી. મોરબીના વાંકાનેર ખાતે આ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓએ ખાલી ઘડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો.  


ખાલી વાસણ વગાડી મહિલાઓએ કરી પાણી આપવાની માગ 

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગૌરવ યાત્રામાં ભાજપ પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે તેવી વાતો કરતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબીના વાંકાનેર ખાતે આવેલી તેમની ગૌરવ યાત્રા દરમિયાન મહિલાઓએ ખાલી ઘડા વગાડી તેમના ઘર સુધી પાણી પહોંચાડવાની માગ કરી હતી. પીયુષ ગોયલે પોતાના પ્રવાસની તસવીરો ટ્વિટ કરી છે જેમાં તેમણે યાત્રા દરમિયાન મળેલા જન પ્રતિસાદની વાત કરી છે. ડબલ એન્જીન સરકારની ઘણી વાતો કરી પરંતુ યાત્રામાં થયેલા વિરોધ દર્શાવવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ  વિરોધનો વીડિયો શેર કર્યો હતો. 

 

આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે આ વાતની નોંધ પણ બીજી પાર્ટી દ્વારા લેવામાં આવતી હોય છે. આવા મુદ્દાઓને લઈ રાજકીય ઓપ આપી પાર્ટી પર પ્રહાર કરવામાં આવે છે. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાએ ભાજપના ગુજરાત મોડલ પર કટાક્ષ કર્યા હતા. વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું કે આ ભાજપનું વિકાસ મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કર્યો હતો. પીયુષ ગોયલને પાણી આપવાની માગ કરી હતી.  ભાજપ 27 વર્ષ સુધી પાણી પણ પહોંચાડી શક્તી નથી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે