લાંચ લેવા માટે આ મહિલા તલાટી થઈ સ્માર્ટ, પણ ACB નીકળ્યું સુપર સ્માર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 19:40:06

સરકારી કર્મચારીઓ તેમની માંગણીઓ માટે ગાંધીનગરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે તે બાબત પણ નક્કર સત્ય છે કે આ કર્મચારીઓ તેમના હોદ્દાનો દુરપયોગ કરીને મોટી લાંચ લેતા પણ અચકાતા નથી. આ સરકારી કર્મચારીઓ પણ ACBના ડરથી સીધી રીતે લાંચ લેતા ડરી રહ્યા છે. તેથી લાંચ લેવા માટે પણ તેમણે વિવિધ પ્રકારની તરકીબો શોધી કાઢી છે. જેમ કે સુરત એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતી એક સ્વરૂપમાન મહિલા તલાટીને ઝડપી પાડ્યા છે. 


મહિલા તલાટીની લાંચ માંગવાની નવી મોડેસ ઓપરેન્ડી


નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ACBએ ઝડપી પાડી હતી. ACBથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



કઈ રીતે ઝડપાઈ સ્વરૂપમાન મહિલા તલાટી


નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગડિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહજોલિયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જોકે, જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર આંગડિયા ખાતેથી લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે.કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.


શું એટલા માટે જ યુવા વર્ગ તલાટી બનવા તલપાપડ હોય છે?


રાજ્યના ભણેલા ગણેલા યુવાનોમાં સરકારી નોકરી અને તેમાં પણ તલાટી બનવાની મહત્વાકાંક્ષા અધિક જોવા મળે છે.તલાટીની નોકરીમાં લાંચ બહું આસાનીથી મળતી હોય છે. ગામડાઓમાં ખેડૂતો તથા અન્ય લોકો વિવિધ પ્રકારની સરકારી સેવા લેલા માટે આવતા હોય છે. તલાટીઓ પણ તેમના કામ કરી આપવાના બદલામાં મોટી લાંચ પડાવતા હોય છે. તલાટીઓને તેમના પગાર કરતા લાંચરૂપે મોટી રકમ મળતી હોવાથી તે નોકરી પ્રત્યેનું વિશેષ આકર્ષણ રહે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે