21 જૂનના રોજ ઉજવાય છે વિશ્વ સંગીત દિવસ, જાણો ક્યારથી થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત અને તેના ઈતિહાસ વિશે


  • Published By :
  • Published Date : 2023-06-21 12:23:54

સંગીત એક એવી કળા છે જે માનવીના જીવન પર ઘણી અસર કરતી હોય છે. ઘણી વખત આપણને એવો પણ અનુભવ થયો હશે કે મનપસંદ સંગીત સાંભળવાથી તણાવ મુક્ત થઈ ગયા હોઈએ. દુનિયાના પ્રત્યેક ખુણામાં સંગીતની ઉપસ્થિતિ જોવા મળે છે. દરેક વસ્તુઓમાં લય હોય છે. કહેવાય છે કે સંગીતને કોઈ સરહદ નથી નડતી. ત્યારે સંગીતના ગુણોને લોકો સુધી પહોંચાડવા તથા સંગીતથી થતા ફાયદા લોકોને સમજાય તે માટે 21મી જૂનને વિશ્વ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મનપસંદ સંગીત સાંભળવાથી આપણા મનને શાંતિ મળે છે.        


આ છે વિશ્વ સંગીત દિવસનો ઈતિહાસ!

વિશ્વ મ્યુઝિક ડેના ઈતિહાસની વાત કરીએ તો, ફ્રાન્સમાં સૌથી પ્રથમ વખત આ દિવસને મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982માં આ દિવસની શરૂઆત થઈ. તત્કાલિન ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રીએ વિશ્વ સંગીત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને વર્ષ 1982માં વાર્ષિક કાર્યક્રમ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. અને તે બાદ આજ સુધી આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમ પર દિવસને મનાવવામાં આવે છે.  



સંગીત લોકોને એક કરવાની શક્તિ ધરાવે છે!

સંગીતમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આજકાલ સંગીતને થેરેપીની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. સંગીત લોકોને જોડવાનું કામ કરે છે. ભલે ભાષા અલગ હોય પરંતુ ભાવ એક હોય છે. જેમ દેશ બદલાય  છે તેમ ત્યાંની સંસ્કૃતિ પણ બદલાય છે, ભાષા પણ બદલાય છે તેમ સંગીત પણ બદલાય છે. પરંતુ તો પણ લોકોના દિલમાં વસી જાય છે. સંગીત ઘણીવાર સામાજીક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક વિધીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીતના માધ્યમથી અનેક દેશોની સંસ્કૃતિને પણ સમજી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટ્રીએ પણ સંગીતનું મહત્વ રહેલું છે. અનેક લોકોને રોજી રોટી પૂરી પાડે છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે