ગુજરાત બન્યું યોગમય, રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ વિશ્વ યોગ દિવસે સમુહમાં કર્યા યોગાસનો


  • Published By :
  • Published Date : 2023-06-21 19:48:30

આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરમાં થઈ હતી. આ ઉજવણીમાં 1.50 લાખથી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ મહત્વના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉપરાંત રાજ્ય કક્ષા મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ તથા પાર્ટીના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. તે જ પ્રકારે ભાજપ સરકારના અન્ય મંત્રીઓ તથા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે પણ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સમુહમાં યોગાઅભ્યાસ કર્યો હતો.






















ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે