યાત્રાધામ મતક્ષેત્રો પર હિંદુત્વને વરેલી ભાજપ કરતા બિનસાંપ્રદાયિક કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ વધુ


  • Published By :
  • Published Date : 2022-11-09 18:26:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા તમામ રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 182 સીટ માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. હવે સવાલ એ થાય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પવિત્ર યાત્રાધામો પર કયા પક્ષનો વિજય થયો છે. 


વર્ષ 2017માં પરિણામો કેવા રહ્યા હતા


મતદારોમાં ભાજપ હિંદુત્વની વિચારધારા ધરાવતો પક્ષ મનાય છે. કટ્ટર હિંદુ મતદારો પણ તે પાર્ટીને આંખો બંધ કરીને મત આપે છે. જો કે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામો પર બિનસાપ્રદાયિક મનાતા કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ છે. રાજ્યના ખ્યાતનામ અને હિંદુ-જૈન આસ્થાનું પ્રતિક મનાતા 11 યાત્રાધામોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જ્યારે માત્ર ત્રણ જ સીટ ભાજપના ફાળે જઈ છે.


વર્ષ 2022માં યાત્રાધામ મતક્ષેત્રમાં સસ્પેન્સ ચથાવત


ગુજરાતના 11  પ્રસિદ્ધ યાત્રાધામ ધરાવતા મતક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન હંમેશાથી સસ્પેન્સ જોવા મળ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં ભાજપનો અને આઠમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. હવે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામો આવશે તેને લઈને કુતુહલતા જોવા મળી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે