ગઈકાલે વરસેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યું! જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-29 11:48:36

રવિવાર સાંજે ગુજરાતના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ બહુચરાજીમાં થયો હતો. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદમાં કરા સાથે વરસ્યો હતો વરસાદ!

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 91 જેટલા તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં વરસેલા વરસાદની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે 15થી 20 જેટલા ઝાડ ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક હોર્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. સાબરમતી નદીના પણ દ્રશ્યો આવ્યા હતા જેમાં નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.   


ગુજરાત માટે કરવામાં આવી છે વરસાદની આગાહી! 

તે સિવાય બનાસકાંઠાના દાતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણાના  જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો હતો. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી બે દિવસ માટે ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત વરસાદને કારણે ઝાડ પણ ધરાશાયી થયા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે