રિક્ષાચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો આપના આક્ષેપ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:49:58

અમદાવાદનો રિક્ષાવાળો અત્યાર સુધી ગુજરાત સુધી ગુજરાતમાં પ્રખ્યાત હતા પરંતુ હવે તે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ રહ્યો છે. અને હવે રીક્ષચાલક રાજનીતિનો મુદ્દો પણ બની ચૂક્યો છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ચાલકના ઘર જમવા ગયા હતા તે કાલ ભાજપની સભામાં ભાજપનો ખેસ પેહરી જોવા મળ્યો હતો. હાલ એક ઓડિયો વાઇરલ થયો છે જેમાં રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાની વાત છે જમાવટ આની પુષ્ટિ કરતું નથી.

 

આપએ કર્યા પ્રહાર

જો કે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આ રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો છે. અને 20 લાખ રૂપીયામાં ભાજપ દ્વારા સોદો કરવામાં આવ્યો અને તેને ખરીદી અને સભામાં લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર બાબત ખુબ વિવાદિત બની રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે