C R પાટિલના નિવેદન પર આપનો વળતો જવાબ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:11:23

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સ્કૂલો જોવા આવે. સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ પ્રતિક્રિયા આપતા કહ્યું 27 વર્ષ સુધી જે પાર્ટીએ શિક્ષણને ધંધો બનાયો હતો તે આજે શિક્ષણની વાત કરી રહી છે એ અમારો વિજય છે C R પાટિલે જેમ કહ્યું સુરતની કોઈ પણ સ્કૂલ જે એમને કહશે એ અમે જોવા આવશું અને મનીષ સિસોદિયા પણ આવશે અને તમે પણ ફરી દિલ્હીની સ્કૂલઑ જોવા માંગતા હોવતો જરૂર જજો”

 

ઈન્દ્રનીલ રાજગુરુના પ્રહાર

ઈન્દ્રનીલ રાજગુરુએ વધુમાં કહ્યું કે “શિક્ષણ વ્યવસ્થાએ દેશ માટે છે એ પ્રચાર માટે નથી. ગુજરાતના લોકોને સતત મૂરખ બનાવતી પાર્ટી ફરી એમની પસંદની સ્કૂલ દેખાડી બધુ સારું છે એવું પુરવાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે”  


“ અમે તો હજુ કહીએ છે તમે પણ આવો દિલ્હી અને તમે કયો ત્યાં અમે ગુજરાતમાં પણ અવશું “

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે