Rajkot PGVCL બહાર યુવાનોના ધરણા! જગ્યા ખાલી હોવા છતાંય ભરતી ન કરાતા યુવાનોમાં આક્રોશ, યુવરાજસિંહ પહોંચ્યા સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2024-02-03 16:58:48

ફરી એકવાર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર હતા. ત્રીજા દિવસે પણ આવી કડકડતી ઠંડીમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આંદોલન કરી રેહલા પરીક્ષાર્થીના સમર્થન માટે પહોંચ્યા છે.  પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.  

ત્રણ દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ઓફિસ બહાર ધરણા!  

સૌરાષ્ટ્રમાં pgvcl કંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. ત્રીજા દિવસે પણ પરીક્ષાર્થીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે. 


આંદોલન કરી રહેલા યુવાનોને યુવરાજસિંહે આપ્યું સમર્થન 

પીજીવીસીએલ કંપનીની બહાર 300 જેટલા યુવાનો ધરણા કરી રહ્યા છે. ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ બેઠા છે અને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી રહી તે વાતનો યુવાનોને રોષ જોવા મળી રહ્યો છે. ભરતી કરવામાં આવે તેવી માગ સાથે યુવાનો ધરણા કરી રહ્યા છે. આજે તેમના ધરણાનો ત્રીજો દિવસ છે. અનેક નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ રાજકોટ પહોંચી ગયા છે અને યુવાનોના ધરણામાં સાથ આપી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે