ડમી કાંડ મુદ્દે પૈસા લેવાના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે સરકારને પૂછ્યા સવાલ, જાણો કયા વિભાગમાં કૌભાંડ અંગે કરી યુવરાજસિંહે વાત


  • Published By :
  • Published Date : 2023-04-17 15:15:26

થોડા સમય પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાની વાત પૂરાવા સાથે યુવરાજસિંહે રજૂ કરી હતી. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. 36 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ મામલે ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહે સરકારને આકરા સવાલ પૂછ્યા છે. અનેક વખત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે યુવરાજસિંહે સરકારને પૂછ્યું છે કે 12 વર્ષ સુધી સરકારે કેટલા રુપિયા ખાધા છે? તે ઉપરાંત એવું પણ કહ્યું કે હજુ વનવિભાગ અને યુનિવર્સિટીના કૌભાંડો સામે આવશે.        

સિસ્ટમમાંથી સડો દૂર કરવા યુવરાજસિંહનો પ્રયત્ન!  

યુવરાજસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર તમારી, કાઈ એકેડેમી તમારી કોઈ વ્યક્તિ ઘૂસી જાય છે. આધાર પૂરાવા આપીએ છીએ. કારણ કે સિસ્ટમનો સડો દૂર કરવો છે. આ કારણે પાર્ટીને પણ દૂર રાખી છે. છેલ્લા 12 વર્ષથી કૌભાંડ ચાલતું હતું. કોઈ ભરતી બાકી નથી રાખી, કેટલાય મંત્રી મુખ્યમંત્રી સત્તાધીશો બદલી નાખ્યા તો માટે એવું સમજવાનું કે આ બધાએ પૈસા ખાધા છે? સરકારને પડકાર ફેંકતા કહ્યું કે એક એકને સામે લાવીશ. મને જેલમાં નાખી દો તો પણ લડીશ. એનઆઈઓસમાં, વનવિભાગની ભરતીમાં દોડનાર અલગ, પ્રિલિમ આપનાર અલગ અને નોકરી કરનાર અલગ છે.  


યુવરાજસિંહ વિરૂદ્ધ નોંધાઈ શકે છે એફઆઈઆર?   

ડમી ઉમેદવાર મામલે ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો બાદ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા લીધા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બિપીન ત્રિવેદીના નિવેદન બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. આ બધા વચ્ચે આ મામલે યુવરાજસિંહે સરકારને પ્રશ્નો પૂછ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે