ભાવનગર યુનિવર્સિટીની ગઈ કાલે લેવાયેલી એકાઉન્ટ્સની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજ સિંહનો દાવો


  • Published By :
  • Published Date : 2023-04-02 18:00:05

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU)ની  FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||)ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગઈ કાલે 3.30થી 6.30 વચ્ચે પરીક્ષા યોજાઈ તે પહેલાથી જ એટલે કે ત્રણ વાગ્યાથી પરીક્ષાનું પેપર બહાર આવી જતા હાહાકાર મચી ગયો છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પેપર લીક મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો છે.


યુવરાજ સિંહે કર્યો આક્ષેપ


યુવરાજ સિંહ જાડેજાના દાવા પ્રમાણે તેમને આ માહિતી એક જાગૃત વિદ્યાર્થી પાસેથી મળી હતી. આ પેપર પરીક્ષા અગાઉ વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું. યુવરાજ સિંહ જાડેજા દ્વારા પેપર લીક થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે "પેપર તે જ હતું જે કોલેજમાં પૂછાયું હતું, પરંતુ પેપર સૌપ્રથમ કયા ઇરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારા જોડે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે, જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું. આની સાચી અને યોગ્ય તપાસ થવી જરુરી છે."






ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.