યુવરાજસિંહએ કર્યા સતાપક્ષ પર પ્રહાર !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:56:50

ખેડામાં મહિપતસિંહ ચૌહાણ સહિત 3 લોકો એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

મામલે  મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં  યુવરાજસિંહ જાડેજા આવ્યા છે.  બાબતે તેમણે કહ્યું કે, જે રીતે રાજકીય કિન્નાખોરી રાખી મહિપતસિંહ ચૌહાણને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 

યુવરાજસિંહએ કહ્યું મહિપતસિંહ ચૌહાણ એકલા નથી. ગુજરાતનો તમામ યુવા વર્ગ એની સાથે ખભો થી ખભો મીલાવી ઉભો છે. અને મહિપતસિંહ છે જેને હંમેશા જ્ઞાતિ જાતિ જોયા વિના દરેક સમાજની મદદ કરી છે. સર્વ સમાજ હિત માટે સેના ચલાવી છે. મજદૂરના હક માટે લડ્યા છે. તો ક્યારેય એને પૂછવા નથી ગયા તમે ક્યાં જ્ઞાતિ ના, જે નિઃસહાય બાળકો છે એને સક્ષમ બનાવવા શિક્ષણ સંકુલ માધ્યમ થી મદદ કરી છે. એમને ફસાવવા કે એનો અવાજ દબાવવા માટે કિન્નાખોરી રાખી ઊભા કરેલ એકપણ બનાવટી કેસથી કોઈ અસર નહીં પડે.

 

વિરોધ પક્ષ પર પ્રહાર

યુવરાજ સિંહ જાડેજા સતાપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું છેલ્લે કેટલાય સમયથી ભ્રષ્ટ સત્તાપક્ષ જે પણ સામજિક આગેવાન છે, ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને હેરાન પરેશાન કરી રહી છે. મહીપતસિંહ ચિંતાના કરતા અમે તમામ આપની સાથે છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે