યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ, AAP નેતાએ જમાવટને શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-27 16:32:06

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ભરતી અભિયાન તેજ બન્યું છે. આજે આપ નેતા અને જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકારણ ગરમાયું છે. યુવરાજ સિંહ જાડેજા કાંઈક નવાજુની કરશે તેને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે.


યુવરાજસિંહે આ વાતનો કર્યો ઈન્કાર

 

26 ઓગસ્ટે યુવરાજસિંહ જાડેજાનો બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમ હતો જેમાં તે યુવાનોના પ્રશ્નો મુદ્દે વાત કરી રહ્યા હતા અને યુવાનોના પરીક્ષા લગતા જેટલા મુદ્દા હોય તે કેવી રીતે નિકાલ કરી શકાય તેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ  બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને નેતાઓ હાજર હોવાના કારણે એવી વાતો થવા લાગી કે યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાશે આ સમગ્ર મામલે સત્યતા શું છે એ જાણવા માટે જમાવટે યુવરાજસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી તો તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે