PSI ભરતીને લઈ યુવરાજ સિંહનો મોટો ઘડાકો, PSIની ટ્રેનિંગ લઈ રહેલા યુવાનનો ભાંડો ફોડ્યો


  • Published By :
  • Published Date : 2023-02-27 15:24:47

આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓને સતત બહાર લાવતા રહે છે. આજે યુવરાજ સિંહે યોજેલી એક પ્રેસ કોન્ફરર્ન્સમાં PSIની ટ્રેનિંગ લઈ રહેલા એક યુવાનનો ભાંડો ફોડ્યો છે. મયુર તડવી નામનો આ યુવાન કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર જ કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે.


યુવરાજ સિંહે શું આરોપ લગાવ્યો


યુવરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યું કે મયૂર તડવી નામના યુવાનનું ફીઝીકલમાં કે ફાઈનલ રીઝલ્ટમાં નામ નથી. તેમ છતાં પણ તે કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યો કે આ ભાઈ પોલીસ ટ્રેઈનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો?, ટ્રેઈનિંગ પહેલા કરાઈ પોલીસ એકેડેમીમાં તેના ડોક્યુમેન્ટ વેરિફાય કેમ ન કરવામાં આવ્યા?, આ ભરતી કૌંભાડ પાછળ  યુવરાજ સિંહએ ઉચ્ચ અધિકારીઓ અને બિરસા મુંડા ભવનની મિલીભગતનો આરોપ લગાવ્યો છે, વળી આ યુવાન એક મહિનાથી પગાર લઈ રહ્યો છે.


પોલીસ એકેડેમીમાં ધુપ્પલ ચાલે છે?


યુવરાજ સિંહ જાડેજાએ કરાઈ પોલીસ એકેડેમીને પણ નિશાન બનાવી છે. તેમણે કરાઈ એકેડેમીમાં ચાલી રહેલી ગેરરીતીઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે પોલીસ ટ્રેઈનિંગમાં મયૂર તડવીને ચેસ્ટ નંબર આપવામાં આવ્યો છે. કરાઈ એકેડેમી ટ્રેઈનિંગ સેન્ટરમાં મયૂર લાલજીભાઈ તડવીનો ચેસ્ટ નંબર 140 છે. મયૂર લાલજીભાઈ તડવી હાલ કરાઈ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે