યુવરાજસિંહનો મોટો દાવો, કહ્યું "હું જેવો બહાર આવીશ એટલે ઘણું બધું બહાર આવશે", સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-15 13:02:33

ગઈકાલે ડમીકાંડના આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ડમીકાંડને લોકો સામે ઉજાગર કરનાર યુવરાજસિંહ હાલ જેલમાં છે. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ડમીકાંડ બાદ તોડકાંડને લઈ ચર્ચાઓ થવા લાગી. તોડકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહ સહિત 6 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં યુવરાજસિંહ સિવાયના લોકોને જામીન મળી ગયા છે પરંતુ તેમને જામીન નથી. જામીન માટે અરજી તેમના દ્વારા કરવામાં આવી છે જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે.   

યુવરાજસિંહને કોર્ટ સમક્ષ કરાયા રજૂ 

રાજ્યમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે પરીક્ષામાં નકલી ઉમેદવારો બેસાડવામાં આવે છે. તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એવા પણ આક્ષેપો યુવરાજસિંહ પર લગાવવામાં આવ્યા હતા કે યુવરાજસિંહ જાડેજાએ જ ડમીકાંડના કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવા માટે પૈસા લીધા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે એક કરોડ જેવી રકમ કબજે કરી હતી. તોડકાંડમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોને જામીન મળી ગયા છે જ્યારે યુવરાજસિંહ હજી પણ જેલના સળિયા પાછળ છે. ગઈકાલે ડમીકાંડના આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા ત્યારે આજે યુવરાજસિંહને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. 


યુવરાજસિંહે આપ્યું નિવેદન 

લાંબા સમય બાદ યુવરાજસિંહ દેખાયા છે. યુવરાજસિંહે એક નિવેદન પણ આપ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે 'જેવો હું બહાર આવીશ એવું નવું જાણવા મળશે. પર્દા પાછળનું પિક્ચર હજી બતાવવાનું બાકી છે'. આજે નહીં તો કાલે ન્યાય મળશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે